મહિસાગરઃ 1,40,340 રાશન કાર્ડ ધારકોના ખાતામાં 1000 રૂ. થયા જમા
Live TV
-
કોરોના વાયરસની વૈશ્વિક મહામંદીના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય મળી રહે તે માટે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ના NFSA અને NON NFSA બીપીએલ રેશનકાર્ડ ધારકોને યોજના હેઠળ એક હઝાર રૂપિયાનોનો લાભ મળતા ગરીબો માટે આ લાભ આશીર્વાદ સ્વરૂપ બન્યો છે.
આ મહીસાગર જિલ્લામાં COVID-19 અંતર્ગત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ જિલ્લામાં આવેલ NFSA અંત્યોદય રેશનકાર્ડ ધારકો ૧૮૨૭૪, અગ્રતા ધરાવતા કુટુંબો ૧,૧૮૦૮૫ અને NON NFSA બીપીએલ રેશનકાર્ડ ધારકો ૩૯૮૧ મળી જિલ્લામાં કુલ ૧૪૦૩૪૦ રેશનકાર્ડ ધારકોને રૂ. 1000ની નાણાંકીય સહાય મુખ્ય રેશનકાર્ડ ધારકના બેંક ખાતામાં સીધા DBT દ્વારા જમા કરવામાં આવી છે.
આવા કપરા સમયમાં ગરીબ પરિવારો ને રૂપિયા એક હઝાર ની સહાય સંવેદનશીલ મુખ્યમંત્રીની સંવેદનશીલ સરકાર દ્વારા ચૂકવામાં આવતા ગરીબ પરીવાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ છે આવા ગરીબ પરીવારને મળનારી સહાય નો લાભ લાભર્થીઓ ને ઘર બેઠા મળે તે માટે લુણાવાડા એસ બી આઈ ગ્રહાક સેવા કેન્દ્રના કર્મચારી અરવિંદભાઈ શર્મા લાભર્થીઓના ઘરે ઘરે જઈ સહાય ચૂકવી રહયા છે સહાય મળતા ગરીબ પરિવાર મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
