Skip to main content
Settings Settings for Dark

આણંદ પોલીસ-કુખ્યાલ શીકલીગર ગેંગ વચ્ચે ઝપાઝપી, 2 પોલીસ જવાનો ઘાયલ

Live TV

X
  • આણંદ પોલીસના જવાનો અને કુખ્યાત શીક્લીગર ગેંગના માણસો વચ્ચે ઝપાઝપી અને મારામારીનો બનાવ બન્યો હતો. આ ગેંગ આણંદ અને વડોદરામાં ચોરી કરતી હોવાની પોલીસને બાતમી મળી હતી.

    જેને પગલે પોલીસ દ્વારા વાસદ ટૉલ નાકા પર વોચ ગોઠવવામાં આવી હતી. જો કે, કારમાં આવેલા આ ટોળકીના સભ્યોને અટકાવવામાં આવતા તેમણે પોલીસ જવાનો પર ગાડી ચડાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કરતા તેમની પર હુમલો કર્યો હતો.

    જેમાં બે પોલીસ જવાનોને ઇજા પણ થઇ હતી. કારમાં બેસેલ તમામ આરોપીઓને પકડીને આણંદ એલસીબી લાવવામાં આવ્યા હતા. ત્યાં પૂછપરછમાં તેમણે આણંદ અને વડોદરામાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેમની પાસેથી ઘાતક હથિયારો પણ ઝડપાયા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply