રાજ્યમાં કોરોનાના નવા 1343 કેસ નોંધાયા, તો નવા 12 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1343 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1304 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 85.66 ટકા થયો છે.
આજે રાજ્યમાં કુલ 57,065 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,21,119 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસોની સંખ્યા 1,41,398 થઈ ગઈ છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,68,988 વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 466 વ્યક્તિઓને ફેસિલીટી ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,789 છે, જેમાંથી 91 વેન્ટિલેટર પર છે અને 16,698 સ્ટેબલ છે. રાજ્યમાં નવા 12 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે કુલ મોતનો આંકડો 3490 પર પહોંચ્યો છે.
આજે સુરત જિલ્લામાં નવા 277 કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 194 કેસ અને રાજકોટ જિલ્લામાં નવા 163 કેસ નોંધાયા છે.
