Skip to main content
Settings Settings for Dark

કચ્છનાં નાનાં રણમાં 5 વર્ષે થતી પ્રાણી અને પક્ષીઓની ગણતરીમાં ઘુડખરની સંખ્યાંમાં વધારો નોંધાયો

Live TV

X
  • રાજ્યમાં એક માત્ર જ્યાં ઘુડખરની સૌથી વધુ પ્રજાતિ જોવા મળે છે તે કચ્છનાં નાનાં રણમાં ઘુડખરની સંખ્યાંમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. સરકાર દ્વારા દર પાંચ વર્ષે અહી પક્ષી તેમજ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. ત્યારે ગત માર્ચ-2020માં અહીં ઘુડખરની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ઘુડખરની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અગાઉ 2014માં ઘુડખરની ગણતરી કરવામાં આવી ત્યારે ઘુડખરની સંખ્યા 4451 જેટલી હતી. જ્યારે માર્ચ-2020માં ઘુડખરની સંખ્યા 37 ટકા જેટલી વધીને 6082 થવા પામી છે. મહત્વપૂર્ણ છે કે, વર્ષ 1970 બાદ આ ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. એમાં પણ વર્ષ 1970માં અહીં ઘુડખરની સંખ્યા 362 જેટલી હતી. આ ઉપરાંત રણની અંદર 33 જાતના વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. ખાસ બાબત એ પણ છે કે, આ રણની અંદર વેટલેન્ડ આવેલ હોવાથી ડિસેમ્બર થી માર્ચ સુધીની ઠંડીની સીઝનમાં સ્થાનિક પક્ષીઓની સાથે અસંખ્ય વિદેશી પક્ષીઓ પણ આવે છે. આવા પક્ષીઓની પણ જાન્યુઆરી 2020માં ગણતરી કરવામાં આવી હતી.જેમાં 152 જેટલા અલગ-અલગ પક્ષીઓ મળીને કુલ સાડા ત્રણ લાખથી વધુની પક્ષીઓની સંખ્યા નોંધાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply