આજે UPSC ની પ્રીલીમ પરીક્ષા, અમદાવાદના કુલ 81 પેટા-કેન્દ્રો ખાતે યોજાઈ રહી છે પરીક્ષા
Live TV
-
યુનિયન પબ્લીક સર્વિસ કમિશન, નવી દિલ્હી દ્વારા સિવિલ સર્વિસ પ્રીલીમ પરીક્ષા-2020 આજે અમદાવાદના કુલ 81 પરીક્ષા પેટા-કેન્દ્રો ખાતે યોજાઈ રહી છે.આ સંદર્ભે અમદાવાદના નિવાસી અધિક કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું છે કે, પરીક્ષા દરમિયાન કોવીડ-19ની ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ અનુસાર દરેક સેન્ટરનો એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા ખોલવામાં આવશે. તેથી પરીક્ષાર્થીઓએ સેન્ટર પર વહેલા પહોંચવાનું રહેશે અને સીધા જ પરીક્ષાના રુમ કે હોલમાં તેમની નિર્ધારીત જગ્યાએ બેસવાનું રહેશે. પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ પરીક્ષા સમયના 10 મિનિટ પહેલા બંધ કરી દેવાશે જેની પરીક્ષાર્થીઓએ ખાસ નોંધ લેવી. તમામ પરીક્ષાર્થીઓએ માસ્ક પહેરીને આવવું ફરજિયાત છે. સંદેશા વ્યવહારનો ઉપયોગ થઈ શકે તેવા કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ-ડિવાઈસ - મોબાઈલ ફોન, લેપટોપ તેમ જ લાઈટર, માચીસ વગેરે સાથે પ્રવેશ કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, પ્રથમ પેપર માટે સવારે 8:30 કલાકે જયારે પેપર 2 માટે બપોરે 1:30 કલાકે પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
