આત્મનિર્ભર ભારત : બનાસ ડેરીએ પશુઓના છાણમાંથી સૌપ્રથમ CNG ગેસ પંપ તૈયાર કર્યો
Live TV
-
ગોબરમાંથી બાયો સીએનજી પ્લાન્ટનો પ્રયોગ ગુજરાતમાં સૌપ્રથમ બનાસકાંઠાની ડેરીએ શરુ કર્યો
એશિયામાં સહુથી વધુ દૂધ એકત્ર કરતી બનાસડેરી એ પશુઓના છાણ માંથી સીએનજી ગેસ તૈયાર કરી આત્મનિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવામાં એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. વેસ્ટ ગણાતા ગાયના છાણ નો આવક,પર્યાવરણ,વિદેશી હૂંડિયામણ જેવી અનેકવિધ બાબતોમાં કઈ રીતે પ્રેરણાદાયી ઉપયોગ કરી શકાય તે બનાસ બાયો સીએનજી પ્લાન્ટ એ સાબિત કરી આપ્યું છે.જે છાણ એક સમયે ગામડાઓમાં ઉકરડા સ્વરૂપે ગંદકી નું પર્યાય હતો.હવે તે જ છાણ ને હવે બનાસડેરી પશુપાલક ના ખેતરે ખતરે ફરી ફરીને રૂપિયા એક કિલોના ભાવે ખરીદે છે.પશુપાલકો છાણ ને ડેરીના ટ્રેકટર માં ઠલવે છે,આ છાણ ટ્રેક્ટરો મારફતે બનાસડેરી ના ગોબરગેસ પલાન્ટ માં આવે છે,જ્યા તેને પલાન્ટ માં નાખી ગોબરગેસ બનાવવાની પ્રોસેસ કરાય છે, તેમાંથી જે છાણ વધે છે તેને અલગથી અડસિયા નાખી પ્રોસેસ કરી તેનું વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરાય છે,આ ઉપરાંત તેમાંથી લિકવિડ સ્વરૂપે જે સેવરી નીકળે છે તેમાં એમોનિયા,નાઇટ્રેટ જેવા પોષક તત્વો સામેલ હોવાથી તે ખેતરમાં નાખવાથી ખેતર ની ફળદ્રુપતા વધે છે.બનાસડેરી એ હાલમાં ડીસાના દામા ખાતે આ બાયોગેસ પલાન્ટ સ્થાપ્યો છે,જેમાં રોજના 12 ગામોના 254 પશુપશુપાલકો પાસેથી 40 હજાર કિલો છાણ નું પ્રોસેસિંગ કરી તેમાંથી પ્રતિદિન 2 હજાર ઘનમીટર બાયોગેસ તેમજ જૈવિક ખાતર તૈયાર કરાય છે.જેનાથી ખેડૂતોને દૂધની સાથે સાથે માત્ર છાણ માંથી જ દર મહિને 5 થી 15 હજાર રૂપિયા સુધીની વધારાની આવક થઈ રહી છે.તેમજ આ પલાન્ટમાંથી જે જૈવિક ખાતર તૈયાર થાય છે તે પણ પશુપાલકોને બજાર કરતા ઓછા ભાવે આપવામાં આવે છે,આ જૈવિક ખાતર અને લિક્વીડ સ્વરૂપે નીકળતા સેવરી ખાતરથી ખેડૂતોની ખેતીમાં પણ આવક વધી છે.જે છાણ નો પહેલા પશુપાલકો ઉકરડો બનાવી વર્ષે 50 હજાર રૂપિયામાં વેંચતા હતા,આજે તેને બનાસ ડેરી એક રૂપિયે કિલોના હિસાબે વર્ષે દોઢ લાખ રૂપિયા ની માતબર કિંમત આપી ખરીદે છે.,જેના લીધે પશુપાલકો ની દૂધ સાથેની કુલ આવકમાં 20થી 25 ટકાનો વધારો થયો છે.
રણકાંઠામાં મીઠી વીરડી સમાન બનાસડેરી ના સાડા ચાર લાખ દૂધ ઉત્પાદકો રોજના 65 લાખ લીટર દૂધ દરરોજ બનાસ ડેરીના ભરાવે છે..ત્યારે પશુપાલકો પાસેથી છાણ ખરીદી ડેરી તેનાથી રોજનું 2 હજાર ધનમીટર બાયોગેશ અને તેટલી જ માત્રામાં ખાતર તૈયાર કરી રહી છે.આ ઉપરાંત આ બાયોગેસ ને શુદ્ધિકરણ કરી તેમાંથી દરરોજનું 800 કિલો બાયો સીએનજી ગેસ ઉતપન્ન થઈ રહ્યું છે આ બાયોગેસ પલાન્ટ ખાતે જ બાયો સીએનજી સ્ટેશન તૈયાર કરી વાહનચાલકો ને સપ્લાય કરાશે.બાયોગેસને સીએનજીમાં રૂપાંતરિત કરવાથી રોજના 100 થી વધુ વાહનોમાં શુદ્ધ સીએનજી ભરી શકાશે.આ પલાન્ટ તૈયાર કરવામાં ડેરીને 8 કરોડનો ખર્ચ થયો છે,જે રકમ પાંચ વર્ષમાં સીએનજીના વેચાણથી ભરપાઈ થઈ જશે, ત્યારબાદ ડેરીને જે પણ નફો થશે ડેરી તે નફાને પુરેપુરો પશુપાલકોના હિતમાં ખર્ચશે.આ બાયોગેસ પલાન્ટ પર્યાવરણ માટે પણ એટલો જ ફાયદાકારક છે,જે મિથેન પહેલા હવામાં ઉડી જવાથી ઓઝોનના સ્તર માં ગાબડું પડતું હતું હવે તે જ મિથેન ગેસ નો ઉપયોગ થવાથી આ પલાન્ટ પર્યાવરણ માટે પણ લાભદાયી નીવડી રહ્યું છે. આ બાયો સીએનજી ગેસ સ્ટેશનનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયેલ છે.ટૂંક સમયમાં તેનું વિધિવત લોન્ચિંગ કરાશે.બનાસ ડેરી આગામી સમયમાં આવા 50 બાયો સીએનજી પ્લાન્ટ તૈયાર કરશે,જેના લીધે અનેક યુવાનો ને માટે રોજગાારીની નવી તકો ખુલશે તેમજ પેટ્રો પેદાશોની આવક દેશમાં જ થવા લાગતા દેશનું અર્થતંત્ર પણ વધુ મજબૂત બનશે...બનાસ ડેરીનું આ પલાન્ટ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યુ હતુ કે બનાસ ડેરીની ટીમે જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરી ગોબરમાંથી ગેસ તૈયાર કરવાના પ્લાન્ટનું નિર્માણ કર્યુ છે..આ પ્લાન્ટમાં ગોબર ગેસમાંથી સીએનજીમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે..તેમાથી બનતી સ્લરીનું ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે.અમે સમગ્ર જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો બનાવવા માંગીએ છીએ.સ્લરી સિવાયના લિક્વીડમાંથી પણ જંતુનાશક દવાનો વિકલ્પ બની શકે તે દિશામાં પણ કામ થઈ રહ્યુ છે..સ્થાનિક સોર્સના આધારે અર્થતંત્રને કઈ રીતે મજબૂત કરી શકાય તેમાં અમે આગળ વધી રહ્યા છે..હાલમાં અમે પશુપાલકો પાસેથી પ્રતિ એક રૂપિયાથી ગોબર ખરીદી રહ્યા છીએ.
