Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશનની 5મી વર્ષગાંઠ નિમિત્તે ઈન્ડિયા સાઈકલ્સ ફોર ચેન્જ ચેલેન્જની જાહેરાત

Live TV

X
  • આ ચેલેન્જ બે તબક્કામાં ચાલશે.. પ્રથમ તબક્કો ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં દરેક શહેર પોપ-અપ સાયકલ લેન, જાહેર પરામર્શનું આયોજન અને સર્વેક્ષણ કરશે અને સાયક્લિંગને પ્રોત્સાહન આપવા ઝુંબેશ કરશે

    કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશનની 5મી વર્ષગાંઠ નિમિત્તે ઈન્ડિયા સાઈકલ્સ ફોર ચેન્જ (Cycles4Change) ચેલેન્જની જાહેરાત કરવામાં આવી છે.. જેમાં નોંધાયેલા 95 શહેરોમાં અમદાવાદનું નામ પણ સામેલ છે.. આ આયોજન અંતર્ગત સાયક્લિંગ-ફ્રેન્ડલી પહેલને અમલમાં મુકવા દરેક શહેરોને પ્રેરણા અને ટેકો આપવાનો હેતુ છે. આ ચેલેન્જ બે તબક્કામાં ચાલશે.. પ્રથમ તબક્કો ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં દરેક શહેર પોપ-અપ સાયકલ લેન, જાહેર પરામર્શનું આયોજન અને સર્વેક્ષણ કરશે અને સાયક્લિંગને પ્રોત્સાહન આપવા ઝુંબેશ કરશે.. જે સ્કેલ-અપ વ્યૂહરચના વિકસાવવામાં મદદ કરશે..પ્રથમ તબક્કામાં આવેલ શહેર વ્યાપી દરખાસ્તના આધારે બીજા તબક્કા માટે 11 શહેરોને ઓક્ટોબરમાં શોર્ટલિસ્ટ કરવામાં આવશે.. આ તબક્કે તેમને રૂપિયા 1 કરોડ આપવામાં આવશે અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો દ્વારા પહેલના ધોરણે માર્ગદર્શન આપવામાં આવશે..આ તબક્કો મે-2021 સુધી લંબાશે.. મહત્વપૂર્ણ છે કે, ઈન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડેલવપમેન્ટ એ આ ચેલેન્જને સંચાલીત કરવામાં અને તેના દ્વારા શહેરોને માર્ગદર્શન આપવામાં સ્માર્ટ સિટીઝ મિશનને ભાગીદાર થવા જણાવાયું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply