'આત્મનિર્ભર ભારત', 'વોકલ ફોર લોકલ' અને 'મેડ ઈન ઈન્ડિયા'ના સ્લોગન આજે ભારતને વૈશ્વિક સ્તરે વિકસિત બનાવવાનો આધાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા 'આત્મનિર્ભર ભારત', 'વોકલ ફોર લોકલ' અને 'મેડ ઈન ઈન્ડિયા'ના સ્લોગન આજે ભારતને વૈશ્વિક સ્તરે વિકસિત બનાવવાનો આધાર બની રહ્યા છે. આ મંત્રથી પ્રેરાઈને અને ગુજરાત સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના કારણે અનેક વિદેશી એકમો સ્વદેશ પરત ફરી રહ્યા છે.
જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે કાર્યરત સ્ટ્રાટા જિયોસિસ્ટમ્સ ઈન્ડિયા પ્રા.લિ. છે.અગાઉ અમેરિકામાં કાર્યરત આ જાયન્ટ કંપનીએ ભારતમાં પોતાની યાત્રા એક ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ તરીકે શરૂ કરી હતી. કંપનીનો મુખ્ય હેતુ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં આધુનિક 'જિયોસિંથેટિક્સ' ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાનો હતો. ગુજરાત સરકારની ટેક્સટાઈલ પોલીસી-2019 હેઠળ કંપનીને ₹3.42 કરોડની સબસીડી પ્રાપ્ત થઈ હતી.આ સમર્થન અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના કારણે કંપનીનું વાર્ષિક ટર્નઓવર ₹270 કરોડથી વધીને ₹775 કરોડ સુધી પહોંચી ગયું છે. આજે આ કંપની 250થી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહી છે.
સ્ટ્રાટા જિયોસિસ્ટમ્સે માત્ર ભારતની જ જરૂરિયાત પૂરી નથી કરી, પરંતુ આજે યુ.એસ.એ., ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સ્પેન અને સાઉદી અરેબિયા સહિત વિશ્વના 40થી વધુ દેશોમાં નિકાસ કરે છે. કંપનીની નિકાસ અત્યારે ₹250 કરોડથી વધુ છે, જે આત્મનિર્ભર ભારતની મજબૂત છબી રજૂ કરે છે.કંપનીએ GIDC, NHAI અને PWD જેવી સંસ્થાઓ સાથે મળીને અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.NH-48 પર ભીલાડથી અમદાવાદ સુધી 60થી વધુ ફ્લાયઓવર રેમ્પ્સનું નિર્માણ.વાપીમાં ભારતનું પ્રથમ વર્ટિકલ ઇન્ડસ્ટ્રિયલ લેન્ડફિલ વિકસાવ્યું.દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના 30 ટકા માળખામાં ભાગીદારી.રિલાયન્સ અને અદાણી જેવા અગ્રણી ઉદ્યોગ જૂથોના પ્રોજેક્ટ્સમાં સહયોગ.
ટેક્નોલોજી અને આધુનિક મશીનરી દ્વારા પોલીસ્ટર યાર્નમાંથી તૈયાર કરાતી જિયોગ્રીડ (બ્લેક જાળી જેવી રચના) હાઈવે, રેલવે, માઈનિંગ અને પોર્ટ જેવા ક્ષેત્રોમાં વપરાય છે.રસ્તા અને બ્રિજની ભાર વહન કરવાની ક્ષમતા વધારે છે.હાઈવે અને રસ્તાનું આયુષ્ય વધારે છે.પાણી ભરાવાની સમસ્યા ઘટાડે છે અને જમીનને મજબૂત બનાવે છે.ઔદ્યોગિક વિકાસની સાથે સ્ટ્રાટાએ સામાજિક જવાબદારી પણ નિભાવી છે. કંપનીએ ડહેલી ગામમાં બે પ્રાથમિક શાળાઓનું પુનર્નિર્માણ કર્યું છે, જેમાં હાલ 400થી વધુ બાળકો આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં સાધન સામગ્રી અને રસ્તા બનાવવા જેવી લોકકલ્યાણની પ્રવૃત્તિઓમાં પણ કંપની મોખરે છે.
"ગુજરાતનું મજબૂત ઔદ્યોગિક માળખું અને ઉદ્યોગ મૈત્રી વહીવટના કારણે અમે આજે આ સફળતા મેળવી શક્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહયોગ બદલ અમે આભારી છીએ." — ચંદ્રશેખર કનાડે (CEO) અને નરેન્દ્ર દાલમિયા (ડાયરેક્ટર), સ્ટ્રાટા જિયોસિસ્ટમ્સઆગામી સમયમાં કંપની આશરે ₹200 કરોડના ખર્ચે પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરી રહી છે, જે ગુજરાતને વિશ્વના નકશા પર વધુ સશક્ત બનાવશે.
