આયુર્વેદિક સીરપની આડમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વ્યક્તિઓને છોડવામાં આવશે નહીં- આરોગ્ય મંત્રી
Live TV
-
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખેડા જિલ્લાના નડિયાદમાં આયુર્વેદિક સીરપને લગતી ઘટના સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યમાં કોઇપણ પ્રકારના કેફી પદાર્થોના વેંચાણ માટે પરવાનગી અપાઇ નથી. આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે પરવાના લેવા ફરજિયાત છે.
તેમણે વધુંમા કહ્યું હતું કે, નડિયાદમાં થયેલ ઘટનામાં આયુર્વેદ પદાર્થમાં કોઈ અન્ય કેમિકલની મિલાવટ હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. જે રાજ્ય બહારથી આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે.આ ઘટનાક્રમની જાણ થતાં પોલીસ વિભાગે તપાસ હાથ ઘરી છે. વધુંમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં આયુર્વેદ દવા સાથે અન્ય ઝેરી હાનિકારક કેમિકલની ભેળસેળ થઇ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યું છે જેને વધું તપાસ માટે FSL માં મોકલ્યું હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.
