કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલથી ગીર-સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવશે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસની ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી તેમના પ્રવાસના પ્રથમ દિવસે ચાંડુવાવ ખાતે સાંજે આયોજિત 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'માં સહભાગી થઈ ગ્રામજનોને માર્ગદર્શિત કરશે.
બીજા દિવસે સવારે તેઓ ભગવાન સોમનાથના દર્શન કરી પૂજા-અર્ચન કરશે ત્યારબાદ તેઓ તેઓના આગળના કાર્યક્રમ માટે જૂનાગઢ જવા પ્રસ્થાન કરશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ના કાર્યક્રમમાં સહભાગી થવા સાથે ભગવાન સોમનાથના દર્શન કરશે
