Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં મેડિકલ કોલેજો માટે સરકારના પ્રયાસોની આપી માહિતી

Live TV

X
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ડૉક્ટર બનવાનુ સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે.

    આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ડૉક્ટર બનવાનુ સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કામગીરી હાથ ધરી છે. હાલ રાજ્યમાં 6 સરકારી કૉલેજ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 13 GMERS કૉલેજ સહિત 40 મેડિકલ કૉલેજ ઉપલબ્ધ છે.

    રાજ્યના બાકી રહી જતા જિલ્લાઓમાં પણ મેડિકલ કૉલેજ કાર્યરત કરાવવા સરકારે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં હાલ 40 મેડિકલ કૉલેજ અંતર્ગત U.G.(સ્નાતક) ની 7050 અને P.G.(અનુસ્નાતક)ની 2761 બેઠક ઉપલબ્ધ છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મેડિકલ બેઠકોમા થયેલ વધારાની વિગતો જોઇએ તો સ્નાતકની 1350 અને અનુસ્નાતકની 531  બેઠકો વધી છે.

    વર્ષ 2027  સુધીમાં U.G.(સ્નાતક) ની 8500 અને P.G.(અનુસ્નાતક) ની અંદાજિત 3700  બેઠક ઉપલબ્ધ કરાવવા સરકારે આયોજન હાથ ધર્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, GMERS કૉલેજમાં અભ્યાસ કરતા અંદાજિત 2400 વિદ્યાર્થીઓ પૈકી 1743  એટલે કે 72% વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફી માં રાહત આપવામાં આવે છે.

    છેલ્લા 2 દાયકામાં મેડિકલ કૉલેજ અને બેઠકોમાં થયેલ વધારાની સ્થિતિ જોઇએ તો , વર્ષ 2001માં 10 મેડિકલ કૉલેજની સામે વર્ષ-2024 માં 40 કૉલેજ (400%), 1275 સ્નાતક બેઠકની સામે 7050 (553%) અને 830 અનુસ્નાતક બેઠકની સામે 2947 (335 %)(186 -DNBની બેઠકો) નો વધારો થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply