આર્ટિકલ 370 પર કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાનું પ્રેસ ને સંબોધન
Live TV
-
કેન્દ્રીય પ્રધાન અને ગુજરાત ભાજપ પ્રદેશના મહા મંત્રી મનસુખભાઈ માંડવિયાએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું કહુતં કે કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય બદલ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહને હૃદયપૂર્વકના લાખ લાખ અભિનંદન પાઠવું છું. આ નિર્ણય એક રાષ્ટ્ર, એક બંધારણની વિભાવનાને નૈતિક પીઠબળ પૂરું પાડતો આઝાદી પછીનો ઐતિહાસિક નિર્ણય છે. રાષ્ટ્રપુરુષ સરદાર પટેલનું કાશ્મીરના મુદ્દે ભારતના એકીકરણનું અધૂરું રહેલું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા સાકાર થયું છે. આઝાદીના 70 વર્ષો સુધી ભારતની એકતા અને અખંડિતતા માટે જે કામ કૉંગ્રેસે ન કર્યું તે ઐતિહાસિક કાર્ય કેન્દ્રની ભાજપ સરકારે કરી બતાવ્યું છે. આ નિર્ણયના કારણે દેશનાં અન્ય રાજ્યોની જેમ જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વિકાસ પથ પર આગળ વધશે.
