Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ગતિમર્યાદા માટે બહાર પડાયું જાહેરનામું

Live TV

X
  • અમદાવાદમાં ગતિમર્યાદા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાહનો અનુસાર 40થી 60 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા રહેશે.ભંગ કરવા માટે થશે આકરો દંડ.

    અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘ દ્વારા વાહનોની ગતિ મર્યાદા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેર પોલીસની હદમાંથી પસાર થતાં એક્સપ્રેસ વે, નેશનલ હાઇ-વે, સ્ટેટ હાઇ-વે તમજ શહેરમાંના અન્ય માર્ગો ઉપરથી પસાર થતાં વાહનો દ્વારા અકસ્માત ઘટાડવા અને વધારે ગતિ વાળા વાહનોના અકસ્માતથી થતી ઇજા-નુકશાનની માત્રા ઘટાડવાના હેતુથી આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. 

    આ જાહેરનામા મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હદમાંના નેશનલ હાઇ-વે સિવાયના શહેરના તમામ માર્ગો ઉપર  ભારે અને મધ્યમ વાહનો માટે 40 કી.મી., ફોર વ્હીલર માટે 60 કી.મી., થ્રી વ્હીલર માટે 40 કી.મી. અને ટુ વ્હીલર માટે 50 કી.મી. પ્રતિ કલાકની ગતિ મર્યાદા રાખવામા આવી છે. જ્યારે અમદાવાદ પોલીસ કમિશનરની હદમાં આવતા ફોર લેન અને તેનાથી વધુ વિભાજિત થતી લેન વાળા, એએમસીની હદમાં આવેલા માર્ગો અને અન્ય માર્ગો (તમામ નેશનલ હાઇવે) પર થ્રી વ્હીલર વાહનો માટે 50 કી.મી.ની ગતિ મર્યાદા રખાઈ છે. ક્વોડ્રી સાઇકલ માટે અનુક્રમે 60 કી.મી., 50 કી.મી., 50 કી.મી. રખાઈ છે, મોટર સાઇકલ (બાઇક) માટે અનુક્રમે 80 કી.મી., 60 કી.મી., 60 કી.મી. રખાઈ છે. માલ વાહક વાહનો (એન કેટેગરી વાળા) માટે અનુક્રમે 80 કી.મી., 60 કી.મી., 60 કી.મી. રખાઈ છે. એમ-2 અને એમ-3 કેટેગરી વાળા નવ કે તેથી વધુ બેઠકો વાળા વાહનો માટે અનુક્રમે 90 કી.મી., 60 કી.મી., 60 કી.મી. રખાઈ છે. જ્યારે એમ-1 કેટેગરીમાં આવતા આઠ કે તેથી વધુ બેઠક વાળા વાહનો માટે અનુક્રમે 100 કી.મી., 70 કી.મી., 70 કી.મી. રખાઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply