Skip to main content
Settings Settings for Dark

ઈદ-ઉલ- અજહાના પર્વ નિમિત્તે રાજ્યમાં થઈ ઉજવણી

Live TV

X
  • આજે ગુજરાત સહિત દેશભરમાં પૂરા હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહી છે "ઈદ-ઉલ-અઝહા" - રાજ્યમાં સ્થિતિ સામાન્ય- વહીવટી તંત્રએ કહ્યું, જરૂરી ચીજવસ્તુઓની નથી કોઈ કમી - જમ્મુ કશ્મીરમાં રજાના દિવસે પણ ખુલ્લી રહેશે બૅન્કો- લોકોને પોતાના સગા સંબંધીઓ સાથે વાતચીત કરવા માટે ઊભા કરાયા લગભગ 300થી વધુ નવા ટેલિફોન બૂથ.

    1..  અરવલ્લી- અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ઈદ-ઉલ- અજહાનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો- હઝરત ઈબ્રાહિમ આલેહિસ્લામની કુરબાનીની યાદમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી - માલપુર રોડ પર આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી દેશમાં અમન અને શાંતિ માટે કરી દુઆ..

    2.. જૂનાગઢ- જૂનાગઢની પુરાતન અને ઐતિહાસિક જુમા મસ્જિદ ખાતે ઈદની નમાન અદા કરાઈ- કાજી અલી મહોમ્મદ રહેમાન દ્વારા મુસ્લિમ બિરદારોને ધર્મ સંદેશ અપાયો- એકબીજાને ઈદના મુબારક પાઠવી દેશમાં શાંતિ  બની રહે તે માટે મુસ્લિમોએ કરી દુઆ..

    3.. વડોદરા- વડોદરામાં પણ ઈદ-ઉલ અજહાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી- શહેરમાં ઈદગાહ મેદાનમાં ભૂલકાઓથી માંડી યુવાનો અને મોટેરાઓએ શાંતિ અને અમનની કામના સાથે ઈદની નમાઝ પઢી અને એકબીજાને ઈદની શુભકામના પાઠવીયય

    4.. દ્વારકા- આ તરફ દ્વારકા જિલ્લાનાં મુખ્ય મથક ખંભાળિયામાં પણ બકરી ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી- સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની નમાજ અદા કરી - રાજ્યમાં સર્જાયેલી કુદરતી આફતમાંથી લોકો જલ્દી બહાર આવે તેવી દુઆ કરી....
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply