પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે રાજયના વિવિધ શિવાલયોમાં ઉજવણી
Live TV
-
પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે.પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરમાં ગુંજ્યો બમબમ ભોલેનો નાદ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે કર્યા સોમનાથ મહાદેવના દર્શન- તો સમગ્ર રાજ્યના શિવ મંદિરોમાં દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ.
1.. સોમનાથ- પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.. સપરિવાર શિવજીને જળાભિષેક કરી નીતિન પટેલે પ્રાતઃ આરતીનો લ્હાવો લીધો હતો.. સાથે જ સોમનાથ મંદિર પર ધ્વજારોહણ પણ કર્યું હતું.
2.. દીવ- કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પૌરાણિક એવા ગંગેશ્વર મહાદેવ મંદિર માં ભક્તોની ભીડ ઉમટી છે.. દીવથી ત્રણ કિલોમીટર દૂર ફૂદમ ગામ સ્થિત ગંગેશ્વરી મહાદેવની સ્થાપના પાંડવો દ્વારા કરાઈ હોવાની લોકમાન્યતા છે.. સમુદ્રની લહેરો આ મંદિરે આપોઆપ જળાભિષેક કરતી હોવાથી આ શિવાલયના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
3.. અમદાવાદ- અમદાવાદનાં શાહપુર વિસ્તાર સ્થિત અદ્વૈત આશ્રમ ખાતે સ્ફટીકનાં શિવલિંગનું અનેરૂં મહત્વ છે- ત્યારે આજે શ્રાવણના બીજા સોમવારે આ સ્ફટીકનાં શિવલિંગનાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. વિશેષ કમળપૂજાની સાથે દુગ્ધાભિષેક અને જળાભિષેક કરી ભક્તોએ શિવ આરાધના કરી હતી.
4.. અંબાજી-યાત્રાધામ અંબાજીનાં માન સરોવર અને આપેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.- અહીં શિવાલયમાં બનાવેલી બાબા બર્ફાનીની ઝાંખીએ આકર્ષણ જમાવ્યું હતું.- આ ઉપરાંત શ્રાવણમાં ઉપવાસ કરતા ભાવિકો માટે ખાસ ફરાળી વાનગીઓનાં પ્રસાદનું આયોજન કરાયું ..
5.. .મોરબી- મોરબીનાં હળવદમાં આવેલા 500 વર્ષ પુરાણા શરણેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.- શ્રાવણનાં દર સોમવારે આ મંદિરે ભંડારો ભરાય છે, જેનો મોટી સંખ્યામાં લોકો લ્હાવો લે છે- લઘુરૂદ્ર, મહારૂદ્ર, ચંડીપાઠ તેમજ મહાપૂજા અને હવનનું પણ અહીં આયોજન થાય છે- મંદિરમાં ચાલતી પાઠશાળામાં બાળકોને કર્મકાંડની વિધિ શીખવવામાં આવે છે.
6..મહેસાણા- મહેસાણાનાં વડનગર સ્થિત 2200 વર્ષ જૂનું હાટકેશવર દાદાનું મંદિર શ્રાવણ મહિનામાં આકર્ષમું કેન્દ્ર બને છે- પૈરાણિક એવું આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાનું મનાય છે- સમગ્ર ભારતમાં વસતા નાગર બ્રાહ્મણોનાં ઈષ્ટ દેવતાઓનું પણ આ એકમાત્ર મંદિર હોવાનું મનાય છે.
7.. અરવલ્લી- શ્રાવણનાં બીજા સોમવારે અરવલ્લીનાં શિવાલયોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.- બિલિપત્ર અને દૂધનો અભિષેક કરી લોકોએ શિવજીની આરાધના કરી હતી. - શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા.
8..સુરેન્દ્રનગર- સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રામાં આવેલા ફૂલેશ્વર મહાદેવ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ શિવજીનાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા- 130 થી વધુ વર્ષ જૂના આ મંદિરમાં શ્રાવણનાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે...
