આશ્રમ શાળાઓ, સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર આપશે રૂ.1500ની સહાય
Live TV
-
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસને પગલે જાહેર થયેલા લૉક ડાઉનની સ્થિતિમાં, રાજ્યના આશ્રમશાળાઓ, સમરસ હોસ્ટેલ દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા જે બાળકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે, તેમને એપ્રિલ માસના ખર્ચ પેટે વિદ્યાર્થી દીઠ 1500 રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. આ સહાય રકમ રાજ્ય સરકાર આવાં બાળકોના વાલીનાં બેંક ખાતાંમાં જમા કરાવશે. મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
