રાજકોટમાં કોરોના વાયરસના વધુ 3 કેસ પોઝિટિવ, કુલ સંખ્યા 8 થઇ
Live TV
-
રાજકોટમાં કોરોના વાયરસના વધુ ત્રણ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટ શહેરમાં કુલ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 8 થઈ ગઈ છે. રાજકોટમાં કુલ 11 વ્યક્તિઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા, જોકે તેમાંથી 8 વ્યક્તિઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસને લઈને હાલ ગુજરાતની શું સ્થિતિ છે, તે અંગે ગુજરાતના આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 47 કેસ પોઝિટિવ નોધાયા છે. જ્યારે 3 લોકોના મૃત્યુ થયા છે. રાજકોટમાં 3 પોઝિટિવ કેસ નોધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, અને જામનગરમાં કોરોના વાયરસને લઇને, કોવિડ હોસ્પિટલમાં ખાસ કેટેગરી બનાવવામાં આવી છે. તે મુજબ ત્યાં બેડની અલગથી ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 955 કેસને કોરોના માટે ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાંથી 859 નેગેટીવ, 47 કેસ પોઝિટિવ, 49 પેન્ડિંગ અને 3 કેસ કન્ફર્મ કરવાના બાકી છે. 1 વ્યક્તિ વેન્ટીલેટર પર છે જ્યારે બાકીના કેસ ક્રિટિકલ સ્ટેજ પર નથી.
