ઈંધણ કટોકટી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર
Live TV
-
ઈંધણ કટોકટી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર: 'નંદાદેવી' જહાજ 46 હજાર મેટ્રિક ટન LPG સાથે વાડીનાર બંદરે પહોંચ્યું
વૈશ્વિક સ્તરે ગેસ અને ઈંધણની સર્જાયેલી કટોકટી વચ્ચે ભારત માટે ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ના તણાવપૂર્ણ વિસ્તારને સુરક્ષિત રીતે પાર કરીને વધુ એક ભારતીય LPG જહાજ "નંદાદેવી" ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું છે.
વાડીનાર પોર્ટ પર ગેસ ઉતારવાની પ્રક્રિયા શરૂ
ભારતીય જળસીમામાં પ્રવેશેલું આ વિશાળ જહાજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પોર્ટ પાસે લાંગર્યું છે. આ જહાજમાં અંદાજે 46,000 મેટ્રિક ટન LPG ગેસનો જથ્થો લાવવામાં આવ્યો છે. પોર્ટ સત્તાધીશો દ્વારા જહાજમાંથી ગેસ ખાલી કરવાની અને તેને સુરક્ષિત રીતે સ્ટોરેજ સુધી પહોંચાડવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
અન્ય જહાજો પણ સુરક્ષિત રીતે પરત ફર્યા
ભારતની ઈંધણ સુરક્ષાને મજબૂત કરતા સમાચાર આપતા શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે:
ગઈકાલે જ 'શિવાલિક' નામનું LPG જહાજ કચ્છના મુન્દ્રા બંદરે સફળતાપૂર્વક પહોંચ્યું હતું.
આ ઉપરાંત, સંયુક્ત આરબ અમીરાત (UAE) થી રવાના થયેલું ભારતીય ધ્વજ ધરાવતું જહાજ 'જગ લાડકી' પણ હાલ સુરક્ષિત રીતે ભારત તરફ પરત ફરી રહ્યું છે.
