મહીસાગર: 18 થી 21 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી
Live TV
-
મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેતીવાડી અધિકારીએ જાહેર કર્યા સાવચેતીના પગલાં
હવામાન વિભાગની આગાહી મુજબ, 18 થી 21 ફેબ્રુઆરી દરમિયાન મહીસાગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવનાને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
ખેડૂતો માટે સાવચેતીના સૂચનો
વરસાદથી પાકને નુકસાન ન થાય તે માટે ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી ઢાંકી દેવો. અનાજના ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવવો જેથી વરસાદી પાણી નીચેથી અંદર પ્રવેશી ન શકે. આ ચાર દિવસો દરમિયાન ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કે ખાતર આપવાનું ટાળવું.APMC અને વેપારીઓ માટે સૂચનો
બજાર સમિતિમાં રહેલી ખેત પેદાશોને ફરજિયાત શેડ નીચે રાખવી અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત કરવી. શક્ય હોય ત્યાં સુધી આ સમયગાળામાં નવી પેદાશો વેચાણ અર્થે લાવવાનું ટાળવું અથવા પૂરતી તકેદારી સાથે જ લાવવી.
મહીસાગર જિલ્લામાં હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂત મિત્રોએ પોતાની મહેનતને બચાવવા આ સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું હિતાવહ છે.
