Skip to main content
Settings Settings for Dark

ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે કુલ 1.36 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે

Live TV

X
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યોજાતી મહત્વપૂર્ણ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) આજે રવિવારે યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યોજાતી મહત્વપૂર્ણ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) આજે રવિવારે યોજાશે. રાજ્યભરમાંથી આ વર્ષે કુલ 135875 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેના માટે બોર્ડે તમામ વહીવટી અને સુરક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી છે

    પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે રાજ્યના તમામ 6857 બ્લોકને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ઉપરાંત, 34 ઝોનના 668 કેન્દ્રોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પરીક્ષા ત્રણ તબક્કામાં યોજાશે અને તે સવારે 9.30 વાગ્યે શરૂ થઈ સાંજે 5.05 વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં સવારે 9.30 થી 12.05 દરમિયાન ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું 80 ગુણનું સંયુક્ત પ્રશ્નપત્ર લેવામાં આવશે.

    જે A, B અને AB ત્રણેય ગ્રુપ માટે લાગુ પડશે. બીજા તબક્કામાં બપોરે 1.10 થી 2.45 દરમિયાન બાયોલોજીનું 40ગુણનું પેપર રહેશે, જ્યારે ત્રીજા તબક્કામાં બપોરે 3.30 થી 5.05 દરમિયાન ગણિતનું 40 ગુણનું પેપર લેવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ B-ગ્રુપના વિદ્યાર્થીઓનું પ્રભુત્વ જોવા મળે છે. કુલ ઉમેદવારોમાં 77074 વિદ્યાર્થીઓ B-ગ્રુપના, 58406 A-ગ્રુપના અને 395 AB-ગ્રુપના છે. તેમાં 73150 છોકરાઓ અને 62775 છોકરીઓ પરીક્ષા આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply