મિડલ ઈસ્ટ સ્થિતિ: હર્ષ સંઘવીએ સુરતના ICC સેન્ટરમાં દ. ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
Live TV
-
મિડલ ઈસ્ટમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરતના ICC સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં, ઉદ્યોગ મંડળો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગેસ સપ્લાય અને કારીગરોની વ્યવસ્થાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રમિકોને 5 કિલોગ્રામના ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ મંડળો દ્વારા ઇન્ડસ્ટ્રિયલ કિચન અને ભંડારાઓ દ્વારા શ્રમિકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, હર્ષ સંઘવીએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
