Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
ઉ.ગુજરાત સહિત રાજસ્થાનમાં છેલ્લા બે દિવસ થયેલા ઘોધમાર વરસાદને પગલે બનાસનદીનું જળસ્તર વધ્યુ | DD News Skip to main content
Settings Settings for Dark

ઉ.ગુજરાત સહિત રાજસ્થાનમાં છેલ્લા બે દિવસ થયેલા ઘોધમાર વરસાદને પગલે બનાસનદીનું જળસ્તર વધ્યુ

Live TV

X
  • બનાસ નદી કાંઠાના નિચાણવાળા 13 ગામના લોકોને તંત્ર દ્વારા એલર્ટ જારી-સાંબરકાંઠામાં પણ ખેડવા જળાશય યોજનામાં પૂર્ણ સપાટી સુધી પાણી ભરાતા હળણાવ નદીના બંને કાંઠાના લોકોને કરાયા એલર્ટ.

    લો પ્રેશરના કારણે પડોશી રાજ્ય રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે બનાસ નદીના કિનારે આવેલા 13 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, માઉન્ટ અને સિરોહી વિસ્તારમાં ૨૪ કલાકમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગઇકાલથી જ બનાસ નદી બે કાંઠે વહેવા લાગી છે. સતત ભારે વરસાદના કારણે બનાસ નદીનું જળ સ્તર સતત વધી રહ્યું છે. જેના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે નદીમાં નાહવા કે કાંઠા નજીક સ્થાનિક લોકોની અવર જવર પર પણ મનાઈ ફરમાવામાં આવી છે. આ સાથે નદીના પાણીનું જળસ્તર વધે અથવા તો કોઈ ગામમાં પાણી ઘુસી આવે તો તાત્કાલિક ધોરણે તંત્રને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply