વડોદરામાં NDRF ના જવાનો સાથે સ્થાનિક મહિલાઓએ રક્ષાબંધનના પર્વની કરી ઉજવણી
Live TV
-
રક્ષાબંધન એટલે ભાઈ પાસેથી રક્ષાનું વચન લેતી બહેન, ખરા અર્થમાં આ તહેવારની ઉજવણી વડોદરા ખાતે જોવા મળી હતી. પુરની પરિસ્થિતિમાં NDRF ના જવાનોએ વડોદરા શહેરના લોકોને રેસ્ક્યુ કરી મુસીબત માંથી હેમખેમ બહાર કાઢ્યા હતા. તેવા જવાનો સાથે સ્થાનિક મહિલાઓએ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, વિકટ પરિસ્થિતિમાં રાત દિવસ ખડેપગે રહી જવાનોએ જે કામ કર્યું છે, તે માટે તમામ જવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ અને જેમ ભાઈ બહેનની રક્ષા કરે તેમ આ ભાઈઓએ શહેરના લોકોની રક્ષા કરી હતી. તો સામે પક્ષે બહેનોએ ભાઈઓને રાખડી બાંધતી વખતે ભાઈઓના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
