Skip to main content
Settings Settings for Dark

કેવડિયા - CMના હસ્તે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ

Live TV

X
  • 5મી ઓક્ટોબર સુધીમાં કેવડીયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની નેમ

    નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામેલા કેવડિયાના આકર્ષણમાં નવુ પીછુ ઉમેરાયુ છે..આજરોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો...તેમણે અને આગામી દિવાળી કેવડીયામાં પ્રવાસીઓ ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કરતા કહ્યું કે 1 લી સપ્ટેમ્બર થી રીવર રાફટિંગ ની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે..  મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે દુનિયાભર માં રીવર રાફટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વા ના  પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે ત્યારે ખલવાની ઇકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે ..  આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતો ની મદદ થી કરવામાં આવ્યો છે..આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગ ની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે..આ જગ્યા જંગલો થી ઘેરાયેલી છે એટલે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ પણ બનશે.નદીના વળાંકો ને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે..  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જીઓના સહયોગ થી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી vifi સેવા શરૂ કરાવી છે..  અહીં વિશ્વ વન ઉછેરવામાં આવી રહ્યું છે જેમાં વિશ્વ આખાના વનસ્પતિ વૈવિદ્યનો ઉછેર કરાશે.. જંગલ સફરીમાં જીરાફ અને ગેંડા(rhino) સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે..

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply