Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી , બેના મોત

Live TV

X
  • 20 કલાકથી વધુ સમય ચાલી બચાવ કામગીરી

    જામનગરના દેવુભાનાં ચોકમાં ગઈકાલે  ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. તેનો કાટમાળ હટાવવાની કામગીરીમાં રાજકોટથી NDRFની ટીમ પણ બોલાવવામાં આવી છે. NDRF ના 25 જવાનો આ કામગીરીમાં જોડાયા છે. ગઈકાલે બપોરે બનેલી આ દુર્ઘટનામાં મકાન માલિક સહિત બે વ્યક્તિનું મોત થયું હતું.  કાટમાળમાં એક વ્યક્તિ દબાયેલી હોવાની આશંકાને લઇને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી, જે છેલ્લા 20 કલાકથી હજુ ચાલી રહી છે. ફાયરની ટીમ દ્વારા આખી રાત કાટમાળ હટાવવાની કામગીરી ચાલી હતી. જામનગર મનપાના કમિશનર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આખીરાત ખડેપગે રહ્યા હતા. કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ આજે ઘટનાસ્થળની મુલાકાત લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply