સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઈફાઈ સેવાનો પ્રારંભ કરાવશે CM વિજય રૂપાણી
Live TV
-
પ્રવાસીઓ માટે આકર્ષણ રૂપ સાહસ સભર રીવર રાફટિંગ સુવિધાનો પણ પ્રારંભ કરાવશે
નર્મદા જીલ્લાની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઈફાઈ સેવાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ ખલવાની ગામે પ્રવાસીઓ માટે આકર્ષણ રૂપ સાહસ સભર રીવર રાફટિંગ સુવિધાનો પણ પ્રારંભ કરાવશે. તેઓ સહેલાણીઓ માટે બનાવવામાં આવી રહેલા અન્ય આકર્ષણોની પણ મુલાકાત લેશે. આગામી દિવસોમાં ભારતના વિવિધ દેશોના રાજદૂતો તેમજ આઇપીએસ ,આઈ એ એસ ની કોન્ફરન્સ યોજનાર છે જેમાં વડાપ્રધાન પણ આવનાર છે જેને લઈ ને ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ પણ કરી છે.
