Skip to main content
Settings Settings for Dark

ઉતરાયણમાં વાહનચાલકોને ઈજાથી બચાવવા 108ના આ કર્મચારી કરે છે 12 વર્ષથી સેવાનું કામ!

Live TV

X
  • ઉત્તરાયણમાં દોરીથી ઇજા ન થાય તે માટે ઘણા લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. આવો જ પ્રયત્ન અમદાવાદના શાહપુરમાં રહેતા 108ના સ્વયંસેવક મનોજ ભાવસાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

    108 ઇમરજન્સી સેવાના સ્વયંસેવક મનોજ ભાવસાર ઉત્તરાયણના દિવસોમાં દોરીથી થતા અકસ્માતોને ટાળવા શહેરના 25 જેટલા બ્રિજ પર હાઇડ્રોલિક ક્રેન તથા ફાયરબ્રિગેડની ગાડીની મદદ લઇને  20 ફૂટની ઊંચાઈએ તાર બાંધવાનું કામ કરે છે. જેથી દોરી તારમાં ફસાઈ જાય અને વાહન ચાલકને ઇજા ન થાય. 

    આ કાર્ય કરવા માટે તેઓ કોર્પોરેશનની મંજૂરી લઈને શહેરના વિવિધ બ્રિજ ઉપર તાર બાંધવાનું કાર્ય કરે છે. અમદાવાદના વાહનચાલકો દોરીથી બચવા વાહનના આગળના ભાગે સળિયો લગાવે છે. તેની શરુઆત પણ મનોજભાઈ દ્વારા કરવામાં આવી હતી. 

    12 વર્ષથી મનોજભાઈ  દ્વારા અમદાવાદના ઓવરબ્રિજ ઉપર તાર બાંધવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કામ માટે ફાયર ખાતાના માણસો પણ તેમની મદદ કરી રહ્યા છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply