વલસાડઃ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં 10 કરોડથી વધુની લૂંટ
Live TV
-
વલસાડના વાપીમાં IIFL ગોલ્ડ લોન અને ફાઈનાન્સની ઓફિસમાંથી 10 કરોડની લૂંટની ઘટના સામે આવી છે.
સવારના સમયે ઓફિસ ખુલ્લી હતી, તે દરમિયાન ચાર જેટલા લુંટારૂઓએ કર્મચારીઓને બંધક બનાવી હથિયારોની મદદથી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. અને આશરે 10 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયા હતા.
ટ્રાફિકથી ધમધમતા ચણોદ વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આવેલી આ ઓફિસમાં ધોળા દિવસે લૂંટ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. હાલ પોલીસે મહારાષ્ટ્રની બોર્ડર અને વલસાડ જિલ્લામાં પણ નાકાબંધી કરી દીધી છે.આ લૂંટારૂઓ CCTV કેમેરામાં પણ આબાદ રીતે કેદ થઈ ગયા છે ત્યારે પોલીસે CCTV ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
