Skip to main content
Settings Settings for Dark

ઉતરાર્ધ મહોત્સવનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ

Live TV

X
  • મોઢેરા સૂર્ય મંદિરમાં , ઉતરાર્ધ મહોત્સવનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ થયો છે. બે દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં , સમગ્ર દેશના વિવિધ કલાકારો દ્વારા શાસ્ત્રીય નૃત્ય સહિત , અનેક કાર્યક્રમો નું આયોજન છે.

    મોઢેરા સૂર્ય મંદિરમાં , ઉતરાર્ધ મહોત્સવનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ થયો છે. બે દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં , સમગ્ર દેશના વિવિધ કલાકારો દ્વારા શાસ્ત્રીય નૃત્ય સહિત , અનેક કાર્યક્રમો નું આયોજન છે. ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ , એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના સમયે , સૂર્ય મંદિરમાં ઉતરાર્ધ ઉત્સવ ઉજવવાની પરંપરા , વર્ષોથી ચાલી આવી છે. મોઢેરાનું સૂર્ય મંદિર , સૂર્ય અને ગ્રહોની સ્થિતિ , તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિ કાળના ઈજનેરી કૌશલ્યનું , ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ , મહોત્સવનું સમાપન કરશે.

    ઉલ્લેખનિય છે , કે પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્ય દેવતાની પૂજા અર્ચના માટે , જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતું હતું, તેમાં ગુજરાતમાં સોલંકી રાજવી યુગમાં , ઈ.સ.1,026 માં , મોઢેરામાં આ સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું હતું. સામાન્ય પત્થરોની સરખામણીએ , મોઢેરાના સૂર્ય મંદિરનું , રેતીયા પત્થર પર નિર્માણ કરવામાં આવ્યું છે.ત્રણ ભાગમાં નિર્મિત આ મંદિરમાં , સૂર્યકુંડ , સભા મંડપ , અને નૃત્ય મંડપમાં , રામાયણ મહાભારતના કથાના શિલ્પો , તેમજ કૃષ્ણ લીલા સહિત , પુરાતન કાળના અનેક શિલ્પો કંડારાયા છે. મહોત્સવના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ,કે ગુજરાતને ધબકતુ રાખવા આવા વિવિધ ઉત્સવોની ઉજવણી થતી રહેવી જોઈએ, ઉત્સવોથી આપણી એકતા પ્રતિત થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply