Skip to main content
Settings Settings for Dark

મિશન ઈન્દ્ર ધનુષ 2.0 અભિયાન ની સફળતા માટે લોક જાગૃતિ વર્કશોપ યોજાયો 

Live TV

X
  • દેશભરમાં મિશન ઈન્દ્ર ધનુષ 2.0 અભિયાન ની સફળતા માટે ભવાઈ, નાટક, ડાયરા , અને જાદુ ના માધ્યમથી લોક જાગૃતિ નો કરાશે પ્રચાર-પ્રસાર, ભારત સરકારના પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો દ્વારા  અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયો વર્કશોપ

    ભારત સરકારના પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો અમદાવાદ દ્વારા , આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે , વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા,, દેશભરમાં સઘન મિશન ઈન્દ્રધનુષ 2.0 અભિયાન અંતર્ગત, લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ આવે , તે માટે વિવિધ કાર્યક્રમોમાં લોકોને જોડવામાં આવશે. આજે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા , 450થી વધુ કલાકારોને , મિશન ઈન્દ્રધનુષ 2.0 અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી, જેમાં આ કલાકારો ભવાઈ, નાટક, ડાયરા , અને જાદુ દ્વારા , લોક જાગૃતિથી રસીકરણ અભિયાનનો , પ્રચાર-પ્રસાર કરશે. આ અંગે વધુમાં માહિતી આપતા ,, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના ગુજરાત રીજીયનના ADG , ડૉ.ધીરજ કાકડીયાએ જણાવ્યું હતું , કે મિશન ઈન્દ્રધનુષ 2.0ને સફળ બનાવવા માટે , કલાકારો પોતાની કલા દ્વારા, લોક જાગૃતિનું કામ કરશે. કાર્યક્રમમાં પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર , સરીતાબેન દલાલ સહિત , અધિકારીઓ તેમજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply