ઉત્તરાયણે ઈમરજન્સી કોલમાં ઉછાળો, 108 સેવાને 3810 કોલ મળ્યાં
Live TV
-
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન આ વર્ષે ઈમરજન્સી કેસોમાં મોટો વધારો જોવા મળ્યો છે. રાજ્યની '108' ઈમરજન્સી સેવાને ઉત્તરાયણના દિવસે સમગ્ર રાજ્યમાંથી કુલ 3810 ઈમરજન્સી કોલ મળ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 491 કોલ વધુ આવ્યા છે, જે દર્શાવે છે કે તહેવાર દરમિયાન અકસ્માતો અને અન્ય ઈમરજન્સીમાં વધારો થયો છે.

અકસ્માત અને ઈજાના કેસોમાં વધારો
દર વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી ગળા કપાવવા, ધાબા પરથી પડી જવું અને માર્ગ અકસ્માતના કિસ્સાઓ બનતા હોય છે. આ વર્ષે 108 સેવા સતર્ક હોવા છતાં કોલ્સની સંખ્યામાં થયેલો વધારો ચિંતાજનક છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં ઈમરજન્સીના સૌથી વધુ કેસો નોંધાયા હતા.તંત્રની સજ્જતા
વધતા કેસોને પહોંચી વળવા માટે 108 તંત્ર દ્વારા અગાઉથી જ એમ્બ્યુલન્સ અને સ્ટાફની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. 3810 જેટલા કોલ્સને એટેન્ડ કરીને ઈજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.