Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ: બનાસકાંઠા જળબંબાકાર, રેડ એલર્ટ

Live TV

X
  • ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ: બનાસકાંઠા જળબંબાકાર, રેડ એલર્ટ

    ગુજરાતમાં ચોમાસું હાલ તેની પરાકાષ્ઠા પર છે, અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ, જ્યારે પાલનપુરમાં 6.1 ઇંચ અને દાંતીવાડામાં 6.0 ઇંચ નોંધાયો છે.

    હવામાન વિભાગે આ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આજે, 3 જુલાઈ 2025 ના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠામાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે અને અનેક તાલુકાઓમાં હજુ પણ વરસાદ ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply