Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, બનાસકાંઠામાં જળબંબાકાર

Live TV

X
  • ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, બનાસકાંઠામાં જળબંબાકાર

    રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

    સુઈગામમાં સર્વાધિક 16 ઈંચ વરસાદ

    છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુઈગામમાં 16.14 ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત, ભાભરમાં 12.91 ઈંચ, વાવમાં 12.5 ઈંચ, થરાદમાં 11.73 ઈંચ, પાટણના સાંતલપુરમાં 7.56 ઈંચ અને રાધનપુરમાં 7.17 ઈંચ વરસાદ નોંધાયો છે.

    બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 36 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, અને અંતરિયાળ ગામડાઓના રસ્તાઓ પર અવરોધ ઊભો થયો છે. પરિસ્થિતિને જોતા સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    આ ભારે વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી છે, પરંતુ સાથે જ જળબંબાકારની સ્થિતિએ જનજીવનને અસર પહોંચાડી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply