Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, જાણો લેટેસ્ટ આગાહી

Live TV

X
  • ગુજરાતમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી વાતાવરણમાં વાદળછાયું જોવા મળી રહ્યું છે, કેટલાક વિસ્તારમાં વરસાદ પણ થયો હોવાના સમાચાર મળ્યાં. અત્યારા ભારે પવન ફૂંકાતા ઠંડીમાં રાહત મળી રહી છે. છેલ્લા 48 કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 મિમી સુધી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોની આગાહીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે.

    હવામાન વિભાગ તરફથી 7 દિવસની આગાહી કરવામાં આવી

    આગાહીની વાત કરવામાં આવે તો, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે 7 દિવસની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

    તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાશે

    હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનમાં ધીમે-ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો નોંધાશે. માર્ચ એન્ડિંગમાં કોઈપણ હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું નથી. એટલે કે, માર્ચ મહિનામાં ગરમીથી આંશિક રાહત મળી રહેવાની છે. એપ્રિલની શરૂઆતમાં એટલે કે 4 એપ્રિલ બાદ રાજ્યમાં હીટવેવની શરૂઆત થશે. એટલું જ નહીં પરંતુ તાપમાન 41થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply