Skip to main content
Settings Settings for Dark

વિશ્વ જળ દિવસ: નદીથી નળ સુધી – અમદાવાદના પાણીની 'પાણીદાર સફર'!"

Live TV

X
  • જાસપુર-રાસ્કા-કોતરપુર: અમદાવાદના શુદ્ધ પાણીના ત્રણ મજબૂત આધારસ્તંભ. નદીથી નળ સુધી: AMCના ત્રણ પ્લાન્ટની ‘પાણીદાર’ પ્રક્રિયાની વાત" "દરેક ટીંપામાં વિશ્વાસ: અમદાવાદના 3 વોટર પ્લાન્ટ કેવી રીતે પહોંચાડે છે શુદ્ધ પાણી ?

    અમદાવાદ શહેરમાં દરેક લોકોના ઘરે નળ ચાલુ કરતાની સાથે પીવાનું શુદ્ધ પાણી આવે છે. પરંતું, આ પાણી કેવી રીતે દરેક નળ સુધી પહોંચે છે, તેની પાછળની શું પ્રક્રિયા છે અને કેટલી પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ લોકોને શુદ્ધ પાણી મળે છે. 'વર્લ્ડ વોટર ડે' નિમિતે તેના વિશે જાણીએ. 

    AMC પાસે જાસપુર, રાસ્કા અને કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મળી કુલ 1750 એમએલડી પાણીની ક્ષમતા છે. જેની સામે રોજનો વપરાશ 1710 એમએલડી છે. આ ત્રણેય પ્લાન્ટ દ્વારા આખા અમદાવાદમાં લોકોના ઘર સુધી શુદ્ધ પાણી પૂરુ પાડવામાં આવે છે. જેમાં ત્રણેય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફાળો મહત્વનો છે. 

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણેય પ્લાન્ટમાં નહેરમાંથી આવતું અશુદ્ધ પાણી એક જટીલ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવામાં આવે છે અને નળ દ્વારા લાખો લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્લાન્ટ શહેરના પૂર્વ અને મધ્ય વિસ્તારના અનેક ભાગોમાં પીવાનું પાણી પૂરું પાડે છે. હાલમાં અંદાજે 1150 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ)ની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ નર્મદા કેનાલમાંથી પાણી મેળવે છે. 

    આ પ્લાન્ટ દ્વારા શહેરના ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં નરોડા, સરદારનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર, નારોલ, ઓઢવ, વિરાટનગર, નિકોલ, સૈજપુર, શાહીબાગ, અસારવા, શાહપુર, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, મોટેરા, ચાંદખેડા, સાબરમતી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. 

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનો બગાડ અટકાવવા માટે નવી ટેક્નોલોજી આધારિત ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જે બેકવોશ પાણીને રિસાઈકલ કરે છે. જેનાથી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં બેકવોશ સિસ્ટમથી દરરોજ લાખો લીટર પાણીનો બગાડ થતો નથી. 

    આ ત્રણેય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેવી રીતે પાણીની પ્રક્રિયા કરી લોકોના ઘર સુધી પાણી પહોંચે છે. હવે તે પ્રક્રિયા સમજીએ.

    સૌપ્રથમ નર્મદા કેનાલમાંથી આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે રોવોટર આવે છે, તેમાં આવતા ઘાસ, લાકડા, કપડા તેમજ અન્ય ફ્લોટીંગ અશુદ્ધિઓને રોકવા માટે રોવોટરની ચેનલમાં જાળીઓ મુકવામાં આવેલી છે, જે અશુદ્ધિઓને રોકવાનું કામ કરે છે, તેને મેન્યુઅલી બહાર કાઢવામાં આવે છે. સ્ક્રીનીંગ બાદ રોવોટરમાં રહેલી ટર્બીડીટીને દૂર કરવા માટે કો-ઓગ્યુલન્ટ તરીકે ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે પાણીમાં રહેલા નાના પાર્ટીકલ એકબીજા સાથે ચોંટીને મોટો કણો બને છે.

    પાણીની અંદર એલમ ડોઝ કર્યા પછી પાણી ક્લેરીફાયરના ફ્લોકયુલેટર ઝોનમાં આવે છે.જ્યાં, પાણીમાં રહેલા નાના પાર્ટીકલ એકબીજાને ચોંટીને મોટા કણો બને છે, તેને ધીમેથી હલાવવામાં આવે છે, તેના લીધે મોટા કણો એકબીજા સાથે અટેચ થઈને સરળતાથી ગ્રેવીટીથી નીચે તરફ જાય છે. તે પછી સેડીમેન્ટેશન થાય છે. તેમાં ક્લેરીફાયરના ફ્લોક્યુલેટર ઝોનમાંથી પાણી ક્લેરીફાયર ઝોનમાં આવે છે, જ્યાં પાણી સ્થિર કરવામાં આવે છે, જેથી સસ્પેન્ડેડ પાર્ટીકલ સેટલ થઈ તળિયે જમાં થાય છે, આ રીતે જમા થયેલા સ્લજને સ્લજ પીટ મારફતે દૂર કરવામાં આવે છે.

    ક્લેરીફાયર ઝોનમાંથી પાણી લોન્ડરમાં થઈને ફિલ્ટર યુનિટમાં આવે છે, તેમાં સેન્ડ અને ગ્રેવેલ લેયરમાંથી બનાવવામાં આવેલા ફિલ્ટર બેડમાંથી પાણી નોઝલ મારફતે પસાર કરવામાં આવે છે, જેથી ક્લેરીફાયર ઝોનમાં રહી ગયેલ નાના પાર્ટીકલ ફિલ્ટર યુનિટમાં દૂર કરવામાં આવે છે.

    નર્મદા કેનાલમાંથી આવતા રોવોટરમાં રહેલી બાયોલોજીકલ ઈમ્પ્યુરીટીઝ દૂર કરવા માટે લિક્વિડ ક્લોરીનનો ઉપયોગ ડિસઈન્ફક્શેન તરીકે કરવામાં આવે છે. આ ડિસઈન્ફેક્શનની પ્રક્રિયા પ્રિ-ક્લોરિનેશન, ઈન્ટરમિડિએટ ક્લોરિનેશન અને પોસ્ટ ક્લોરિનેશન એમ ત્રણ તબક્કામાં કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેનાલમાંથી આવેલું રોવોટર પીવાલાયક બની જાય છે અને જે તે વિસ્તારના વોટર પપિંગ સ્ટેશન મારફતે લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે.

    સમય સાથે પાણીનો વપરાશ વધી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 400 MLDનો નવો પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. એ પ્લાન્ટ બની ગયા પછી 1150 એમએલડી ક્ષમતા ધરાવતા કોતરપુર પ્લાન્ટની ક્ષમતા 1550 એમએલડી થઈ જશે. જેથી આગામી સમયમાં પાણીની જરૂરિયાત પૂરી કરવામાં સરળતા રહેશે.

    આ ત્રણેય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માત્ર પાણી શુદ્ધ કરતો નથી… પણ શહેરના ભવિષ્ય માટે પાણી સુરક્ષિત રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply