ઉપરવાસમાં સારા વરસાદને પગલે કડાણા ડેમની જળસપાટીમાં વધારો
Live TV
-
મહીસાગર જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસમાં સારા વરસાદને પગલે કડાણા ડેમની જળસપાટીમાં વધારો થયો છે....ઉપરવાસમાંથી 17 હજાર 599 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી હાલ 415.6 ફુટે પહોંચી છે...જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે.
મહીસાગર જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસમાં સારા વરસાદને પગલે કડાણા ડેમની જળસપાટીમાં વધારો થયો છે....ઉપરવાસમાંથી 17 હજાર 599 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી હાલ 415.6 ફુટે પહોંચી છે...જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે..આ જ ડેમમાંથી રાજ્યના 7 જિલ્લામાં પીવાનું તેમજ સિંચાઈનું પાણી આપવામાં આવે છે...બીજી તરફ ડેમમાં હાલ 1300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે...પરંતુ ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે...કડાણા ડેમ નું રુલ લેવલ 413 ફૂટ છે જયારે ડેમ નું જળ સ્તર રુલ લેવલ થી 2.6 ફૂટ વધારે છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે....તો રાજ્યની જીવાદોરી સરદાર પટેલ નર્મદા ડેમની જળ સપાટી 131.79 મીટર છે. હાલમાં 30 ગેટમાંથી નર્મદા ડેમના 8 ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક 2 લાખ 52 હજાર કયુસેક છે જ્યારે1 લાખ 20 હજાર833 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે....
