Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગાંધીનગરમાં ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શનનું ઉદઘાટન કરશે

Live TV

X
  • 25થી વધુ દેશોના 4,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે દ્વારા ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન'નું ઉદઘાટન  કરશે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ ત્રણ દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય આયોજનમાં 25થી વધુ દેશોના 4,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને ICAIના અધ્યક્ષ અનિકેત તલાટી ઉદઘાટન સત્રમાં હાજર રહેશે. આ સંમેલનમાં 30થી વધુ સત્ર યોજાશે. ભારતીય વીમા નિયામક તથા વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ દેબાશીષ પાંડા સહિત અન્ય વક્તા તેમના વિચાર રજૂ કરશે.

    ICAI ના પ્રમુખ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, આ ત્રણ દિવસ દરમિયાન, ઓડિટ, એકાઉન્ટિંગ, ટેક્સેશન, વેલ્યુએશન, ફોરેન્સિક્સ, એથિક્સ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા હાંસલ કરવાની રીતો જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતના લગભગ 4,000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને લગભગ 200 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ  ભાગ લઈ રહ્યા છે. સમારોહ દરમિયાન ICAI  ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી-ગિફ્ટ સિટી, અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી - IFSCએ સાથે એમઓયુ  કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply