મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવશે, 248 તાલુકાઓમાં કૃષિ મહોત્સવનું આયોજન
Live TV
-
રાજ્યના 248 તાલુકાઓમાં આજથી બે દિવસીય કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે.
ગુજરાતમાં 248 તાલુકાઓમાં આજથી બે દિવસના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના પિરાણા ખાતેથી રાજ્યકક્ષાના કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલ અને કેન્દ્રીય રાજયમંત્રી દેવુંસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. આ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને વિવિધ યોજનાઓ અને કૃષિક્ષેત્રે ઉપયોગી ટેકનોલોજીની માહિતી આપવામાં આવશે તથા વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોનું વિતરણ કરવામાં આવશે. આ કૃષિ મહોત્સવમાં પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના ફાર્મની મુલાકાત જેવા કાર્યક્રમો યોજાશે.
ગાંધીનગર: કૃષિ મહોત્સવ
ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાશે. પ્રાકૃતિક ખેતી તથા અન્ય ખેતી કરતા ખેડૂતો અને કૃષિ તજજ્ઞો દ્વારા વિવિધ કૃષિ સંલગ્ન માહિતી તેમજ રાજય સરકારની કૃષિલક્ષી યોજનાઓની પણ માહિતી આપવામાં આવશે. ખેડૂતો માટે કૃષિ પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવશે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેશે. કાર્યક્રમના સ્થળે સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાશે.
સુરેન્દ્રનગર: કૃષિ મહોત્સવ
સુરેન્દ્રનગરમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં 15 સ્ટોલ કૃષિ, બાગાયત, વીજ નિગમ એગ્રો ઇન્ડસ્ટ્રિઝ વગેરેના હશે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભોની માહિતી આપતા 15 સ્ટોલ હશે. જીલ્લાના નાગરિકો આ સ્ટોલ પરથી વિવિધ સરકારી સેવાઓનો લાભ લઇ શકશે.
