Skip to main content
Settings Settings for Dark

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે ભુખલી સાથળી ચેકડેમ અને કોઝ-વેનું લોકાર્પણ

Live TV

X
  • રાજ્ય સરકારની જળસંચય અને જળસિંચન ક્ષેત્રેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના ભુખલી સાથળી ગામે નિર્માણ પામેલા ચેકડેમ અને કોઝવેનું લોકાર્પણ ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું.

    રૂ. 49.50 લાખના ખર્ચે નિર્માણ પામેલ આ મહત્વાકાંક્ષી જળસંચય કાર્યનું નિર્માણ ટૂંકાગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. 44 મીટર લંબાઈ અને 1.30 મીટર ઊંડાઈ ધરાવતા આ ચેકડેમમાં આશરે 2.68 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે, જે વિસ્તારના ખેડૂતો માટે અમૂલ્ય સંપત્તિ સમાન સાબિત થશે.આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, ભુખલી સાથળી ખાતે નિર્મિત આ ચેકડેમ માત્ર પાણી સંગ્રહનું માધ્યમ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના કૃષિ વિકાસ માટે એક મજબૂત પાયો છે. ચેકડેમ અને નદી ઊંડીકરણના કારણે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, આસપાસના કૂવા અને બોરમાં પાણીની ઉપલબ્ધતા વધશે તેમજ આશરે 8 હેક્ટર વિસ્તારમાં આવેલી ખેતીલાયક જમીનને સીધો લાભ મળશે.

    પ્રધાનમંત્રી  મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત કાર્યરત છે. પાણી, વીજળી, માર્ગ અને સિંચાઈ જેવી મૂળભૂત સુવિધાઓના વિકાસ દ્વારા ગામડાંઓને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ અંગે ચેકડેમ ખાતે ખેતીલાયક જમીન ધરાવતા વરિષ્ઠ કૃષિકાર નના આહીરે જણાવ્યું હતું કે, આ ચેકડેમ બનવાથી અને નદી ઉંડી થવાથી પાણીના તળ ઉંચા આવશે. અત્યારે મારી જમીનના એક વીઘાનો ભાવ બમણો થઈ ગયો છે. ખેતી માટે આ પાણી આશિર્વાદ સમાન બનશે.

    આ ચેકડેમના નિર્માણથી વરસાદી પાણીનો વ્યાપક સંગ્રહ થશે, જમીનમાં પાણીનું રિચાર્જિંગ વધશે, ખેતીમાં ઉત્પાદન ક્ષમતા વધશે અને ખેડૂતોને લાંબા ગાળે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે. સાથે જ પશુપાલન અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આવા જળસંચય કાર્યો ગ્રામ વિકાસ અને કૃષિ વિકાસના નવા આયામો સર્જી રહ્યા છે, જે ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.આ પ્રસંગે વડિયા-કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશ પાનસુરીયા, તાલુકા પંચાયતના સભ્ય મનોજ હપાણી, અશોક વાજા, રમણિક પટોળીયા,  અગ્રણીશ્રી પી.વી. વસાણી,મનસુખ બરવાળીયા, સરપંચઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply