Skip to main content
Settings Settings for Dark

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વડોદરામાં ઊર્જા પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી; ઓટોમેશન પર ભાર મૂક્યો

Live TV

X
  • વડોદરા: રાજ્ય સરકારના નૂતન મંત્રીમંડળમાં ઊર્જા વિભાગનું દાયિત્વ સંભાળ્યા બાદ મંત્રી ઋષિકેશ પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી.

    તેમણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ (GUVNL) અને મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)ના વિવિધ પ્રોજેક્ટ્સ અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.મુલાકાત દરમિયાન, મંત્રીએ વીજ વિતરણથી માંડીને ફરિયાદ નિવારણ સુધીના દરેક તબક્કામાં ઓટોમેશન (Automation) વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો, જેથી સેવાઓની કાર્યક્ષમતા અને ઝડપમાં વધારો થઈ શકે.મંત્રીએ આ કેન્દ્રની મુલાકાત લીધી, જે ઊર્જા વિભાગના હ્રદય સમાન છે. તેમણે અહીં વીજળીની માંગ અને પુરવઠાનું 24x7 સંતુલન જાળવવાની તથા એનર્જી અકાઉન્ટિંગની વ્યવસ્થા નિહાળી હતી.અહીં ટ્રાન્સફોર્મર અને સ્ટેપ અપ-ડાઉનની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી વીજ સેવાઓ બહેતર બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.

    મંત્રીએ વીજ નિયંત્રણ, નવી અરજી મંજૂરી, અને લોડ વધારવા/ઘટાડવા જેવી કામગીરીનું નિરીક્ષણ કર્યું.ગ્રાહક સેવા કેન્દ્રની મુલાકાત લઈને ટોલ-ફ્રી નંબર, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણની પ્રક્રિયા પ્રત્યક્ષ રીતે નિહાળી હતી.મંત્રી  પટેલે અધિકારીઓને ગ્રાહક સેવામાં ઓટોમેશન વધારીને ત્વરિત સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply