એએમસીનાં એસ્ટેટ વિભાગની સઘન કાર્યવાહી, બે દિવસમાં 2.44 લાખનો દંડ વસૂલાયો
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત 5 અને 6 જાન્યુઆરી દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દબાણો હટાવવાની કામગીરીમાં માત્ર છેલ્લા બે દિવસમાં જ 2,44,400 નો દંડ એએમસી દ્વારા વસૂલાયો હતો. આ કામગીરી દરમિયાન બંને દિવસે 193 લારી-ગલ્લા, 45 દૂર કરાયેલા શેડ, 312 તાડપત્રી, 1423 દૂર કરાયેલ અન્ય પરચૂરણ માલ સામાનની સંખ્યા, 506 જાહેર રસ્તા પર જાહેરાતનાં બોર્ડ, 405 લોક કરેલા વાહનો, 14 ગેરકાયદેસાર પાર્ક થયેલ વાહનોને ટોઇંગ કરેલ વાહનો, અને 405 દંડ કરેલ વાહનોની કુલ સંખ્યા છે.
આ કામગીરી અંતર્ગત પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાઇએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, રેલ્વે લાઇન સુધીનો જાહેર રસ્તો, સરદાર પટેલ સ્ટેચ્યુ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, શાસ્ત્રીનગર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઇ હતી. તેમજ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયા થી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઈકોટ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો, તથા રન્નાપાર્કથી પ્રભાત ચોક સુધી, જજીસ બંગલો રોડ પકવાન ચાર રસ્તાથી માનસી સર્કલ થઈ કેસવબાગ સુધીનો રોડ, ઈસ્કોન ચાર રસ્તાથી પકવાના ચાર રસ્તા થઇ થલતેજ ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તાથી વૈષ્ણોદેવી સર્કલ સુધી. ઉત્તર પશ્ચિમ ઝોનના ઉપરોક્ત રૂટ સિવાયના અન્ય વિસ્તારોમાં કામગીરી થઇ હતી. ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ઝોન કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તાથી સર્કલ પી., પ્રહલાદનગર એસ.જી. હાઈવે, ઈસ્કોન સર્કલથી ઉજાલા સર્કલ સુધીનો એસ.જી. હાઈવે, પી.આઈ.એલ. અંતર્ગત અન્ય કામગીરી કરેલ છે. પૂર્વ ઝોનમાં હસ્તિનાપુર સોસાયટી, હાટકેશ્વર સર્કલ રોડ, રબારી કોલોની, મેટ્રો, સદગુરુ ગાર્ડન થી નિકોલ, સોનીની ચાલી, સારંગપુર બ્રિજ થી બાસલોના સર્કલ, ઠક્કરબાપાનગર ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા પર દબાણો દૂર કરાયા હતાં.
આ ઉપરાંત મધ્ય ઝોનમાં જમાલપુર ફૂલ બજાર, એપીએમસી માર્કેટ, ગીતા મંદિર, સારંગપુર, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાલુપુર ફુટ માર્કેટ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, શાહપુર મેટ્રો સ્ટેશન, ગાંધી બ્રિજથી એએમસી ઓફિસ, તેમજ માણેકચોક થી ત્રણ દરવાજા થી પાનકોર નાકા સુધી, ત્યારબાદ ઓફિસ થી ભદ્ર પરિસર સ્ટેન્ડબાય. અને ઉત્તર ઝોનમાં મેમ્કોથી કુબેરનગર, હિરાવાડી બીઆરટીએસથી ઠક્કરબાપા નગર, માછલી સર્કલથી આદિશ્વર નગર તરફ, મીની કાંકરિયાથી નરોડા ગામ, સેલ્બી હોસ્પિટલથી નવા નરોડા, સેન્ટ મેરી સ્કૂલથી ભવાની ચોકથી નવા નરોડા, બાપુનગર એપ્રોચથી ચામુંડાનગર સુધીની કામગીરી થઇ. તેમજ દક્ષિણ ઝોનમાં પીપળજ પીરાણા રોડ, પીપળજ થી સેજપુર, રોહીતવાસથી સેજપુર, પી.ડી. પંડ્યા કોલેજ રોડ, ગોવિંદવાડી, પુષ્પક બંગ્લોઝ કેનાલ રોડ, ઇસનપુરથી ગીતા મંદિર રોડ, ઇસનપુરથી ઘોડાસર કેનાલ રોડ, હાટકેશ્વર ક્રોસ રોડ અને સી.ટી.એમ ક્રોસ રોડ સુધીનાં વિસ્તારોને કામગીરી હેઠળ આવરી લેવાયા હતાં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત માલિકો, દુકાનદારો અને વાહનચાલકોને જાહેર માર્ગો અને હાઈવે પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે. નિયમભંગ સામે આવી જ કડક કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે, તેમ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
