Skip to main content
Settings Settings for Dark

એકતા નગર ખાતે યોજાયેલ બે દિવસીય કાયદા મંત્રીઓ અને સચિવોની કોન્ફ્રન્સનું કેન્દ્રીય મંત્રી કિરણ રજ્જુની હાજરીમાં સમાપન

Live TV

X
  • કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુ, પી. એસ. સિંઘ બઘેલ સહિત વિવિધ રાજ્યોના કાયદા મંત્રીઓ અને સચિવશઓની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે યોજાયેલ બે દિવસીય કાયદા મંત્રીઓ અને સચિવોની કોન્ફ્રન્સનું ટેન્ટસીટી 2 ખાતે કેન્દ્રીય મંત્રી કિરણ રિજજુની હાજરીમાં સમાપન થયું. આ બે દિવસીય કોન્ફ્રન્સ માં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી. મુખ્યતવે આ કોન્ફ્રન્સ માં કોર્ટ માંથી જલ્દી ન્યાય મળે તે બાબતે ખાસ ચિંતન કરવામાં આવ્યું હતું. આ કોન્ફ્રન્સમાં કોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે એટલે કે કોર્ટ રૂમ કેવી  હોય ,વકીલોનો રૂમ કેવો હોવો જોઇએ અને આમ લોકો માટે ના રૂમ કેવા હોવા જોઈએ એ બાબતે પણ મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હતી. ટેક્નોલોજીની મદદ થી વધુમાં વધુ કેશોનો નિકાલ થાય અને જે કેસો પેન્ડિંગ છે તેનો નિકાલ કેવી રીતે લાવવો તે બાબતનું પણ ચિંતન કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટને લોવરકોર્ટમાં પણ ટેક્નોલોજીના માધ્યમનું લગભગ કામ થઈ રહ્યું છે. ભારતીય ભાષાનો ઉપયોગ કોર્ટમાં કરવામાં આવે એના વિષે પણ ચર્ચા કરવામાં આવી અને કાયદાની ભાષા લોકોને સમજમાં આવે તે બાબતે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. 2047 માં દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારતને એક વિકસિત દેશ બનાવવા માટે જ્યુડિશિયલને લીગલ સિસ્ટમ શું હોવી જોઈએ તે બાબતે પણ આગળ વધવા માટેનો રસ્તો આ કોન્ફ્રન્સમાં બનાવ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રજ્જુ એ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ છે કે દેશમાં સાંધ્ય કોર્ટ શરુ થાય તે બાબતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસોની સામે મૂકીશું અને રાજ્ય સરકારો સાથે તાલમેલ કરીને જે પેન્ડિંગ કેસો છે તેનો નિકાલ સાંધ્ય કોર્ટ ચાલુ કરીને નિકાલ લાવવા બાબતે મુકીશું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply