એકતા રથનું અરવલ્લી જિલ્લામાં પ્રસ્થાન, 417 ગામડાઓમાં ફરશે
Live TV
-
લોખંડી પુરૂષ સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા નર્મદાના સાધુ બેટ પર નિર્માણ થઇ રહી છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં એકતા યાત્રાનું આયોજન કરાયું છે, અરવલ્લી જિલ્લામાં પણ એકતા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના મોડાસા થી એકતા પ્રસ્થાન થયું ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ લિમિટેડના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત તે લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અરવલ્લી જિલ્લાના તમામ 6 તાલુકામાં ફરશે. આ એકતા રથ જિલ્લામાં બે તબક્કામાં ફરશે અને ફુલ 417 થી વધુ ગામડાઓમાં પરિભ્રમણ કરશે. રથને પ્રસ્થાન કરાવતા બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, એકતા અને અખંડતાનો સંદેશો છેવાડાના માનવી સુધી પહોંચશે.
અંકિત ચૌહાણ
અરવલ્લી
