બોટાદ જિલ્લા મથક ખાતે ન્યાયાલયના આધુનિક ભવનનું નિર્માણ કરાયું
Live TV
-
બોટાદ જિલ્લાના લોકોને વધુને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા
બોટાદ જિલ્લાના લોકોને વધુને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લા મથક ખાતે અંદાજિત રૂપિયા ૩૧.૧૭ કરોડના ખર્ચે જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી આર.સુભાષ રેડ્ડીના હસ્તે કરવામાં આવશે. બોટાદ ખાતે આવતીકાલે સાંજના ચાર વાગે ન્યાય મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના જજ સોનિયા ગોકાની તથા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. આધુનિક ભવનમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ અને એડીશનલ સિનિયર સિવિલ કોર્ટ મળી કુલ ૧૬ કોર્ટ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
