એકલાં, નિરાધાર અને અસહાય વૃદ્ધો માટે સરકાર વિનામૂલ્યે ભોજન અને દવા પુરી પાડશે
Live TV
-
"લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે વધુ એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે. અમદાવાદ સહિત 8 મહાનગરોમાં રહેતા એકલાં, નિરાધાર અને અસહાય વૃદ્ધો માટે સરકાર વિનામૂલ્યે ભોજન અને દવા પુરી પાડશે.
"લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે વધુ એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે. અમદાવાદ સહિત 8 મહાનગરોમાં રહેતા એકલાં, નિરાધાર અને અસહાય વૃદ્ધો માટે સરકાર વિનામૂલ્યે ભોજન અને દવા પુરી પાડશે. આ ઉપરાંત લોકડાઉનના સમયગાળા દરમિયાન રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ વિનાવિઘ્ને નાગરિકોને મળી રહે તે માટે ગાંધીનગરમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં 24 કલાક સેન્ટ્રલાઈઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. હેલ્પલાઈન નંબર 1070 તેમજ 079-23251900 પર નાગરિકો સંપર્ક સાધી શકશે. આ બાબતે માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવ તેમજ અન્ન નાગરિક પુરવઠા સહકાર સચિવે જિલ્લા પુરવઠાતંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી"
