Skip to main content
Settings Settings for Dark

માર્ચ અને એપ્રિલ મહિનાના તમામ વિજ બિલ ભરવાની મુદ્દત 15મી મે સુધી કરાઇ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાઈરસની સ્થિતિમાં દેશવ્યાપી લોકડાઉન સંદર્ભે વીજ વપરાશકારોને રાહત આપતો એક મહત્તવપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને GEBના બિલ ભરવાના થાય છે તેમની તથા તમામ વીજ બિલની માર્ચ અને એપ્રિલ મહિનાની બિલ ભરવાની મુદ્દત તારીખ 15મી મે સુધી કરવામાં આવી છે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાઈરસની સ્થિતિમાં દેશવ્યાપી લોકડાઉન સંદર્ભે વીજ વપરાશકારોને રાહત આપતો એક મહત્તવપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને GEBના બિલ ભરવાના થાય છે તેમની તથા તમામ વીજ બિલની માર્ચ અને એપ્રિલ મહિનાની બિલ ભરવાની મુદ્દત તારીખ 15મી મે સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત જો નિયમિત બિલ ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પર મોકૂફ રખાઈ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીન અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકડાઉનની પરિસ્થિતિને કારણે વેપાર, ઉદ્યોગ ધંધા બંધ તે સંજોગોમાં આવા વેપાર ઉદ્યોગો નાના દુકાનધારકો જેમને જીઈબીના બિલ ભરવાના થાય છે તેમને તથા તમામ આવા બિલમાં એપ્રિલ મહિનાના બિલમાં ફિક્સ ચાર્જ લેવામાં આવશે નહીં. માત્ર વપરાશનું બિલ જ તેમને ભરવાનું રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply