મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંવેદના સાથે વડીલ વંદના
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન મળી રહે તેવી અનોખી માનવીય સંવેદના સાથે વડીલ વંદના કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન મળી રહે તેવી અનોખી માનવીય સંવેદના સાથે વડીલ વંદના કરી છે. વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યક્તિઓ ને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે. આ હેતુસર સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. અમદાવાદ-મહાનગરમાં પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩, સુરત- આર. સી. પટેલ–૯૮૨૪૩૪૫૫૬૦, વડોદરા-ક્રિષ્ણાબહેન સોલંકી–૦૨૬૫-૨૪૫૯૫૦૨ રાજકોટ-ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪, જામનગર- એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭, ભાવનગર- ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫ ગાંધીનગર– અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ અને જુનાગઢ- હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.
