એમ.એસ યુનિવર્સિટીમાં 11મો બે દિવસીય ભારત આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવ યોજાયો
Live TV
-
એમ.એસ યુનિવર્સિટીમાં 11મો બે દિવસીય ભારત આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવ યોજાયો
એમ એસ.યુનિવર્સીટીની ઓફીસ ઓફ ઇન્ટરનેશનલ અફેર અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ વિભાગના સહયોગથી 11મો બે દિવસીય ભારત આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવ યોજવામાં આવ્યો. આ પ્રસંગે એમ.એસ.યુનિ.ના ચાન્સેલર શુભાંગીરાજે ગાયકવાડ, યુનિ.ના રજિસ્ટ્રાર ,પ્રો.ધનેશ પટેલ,કો ઓર્ડીનેટર પ્રો.રાજેશ કેળકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે મલેશિયાના સૂત્રા ફાઉન્ડેશન ગ્રુપના 15 કલાકારોએ કૃષ્ણની લીલાઓ રાધે રાધે નૃત્ય દ્વારા રજુ કરી. મલેશિયાના કલાકારોએ તેમની સંસ્કૃતિ અને કલા નૃત્ય અને સંગીતના માધ્યમથી કલાત્મક રીતે રજૂ કરી હતી.જેને વડોદરા ના ક્લાપ્રેમી નગરજનો અને વિધાર્થીઓએ નિહાળી હતી.આ પ્રસંગે બંને સંસ્થાઓ વચ્ચે કલા અને સંસ્કૃતિકૃ આદાન પ્રદાન માટેના સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
