Skip to main content
Settings Settings for Dark

એશિયાની સૌથી મોટી કંપની CtrlS ગ્રુપના સેન્ટરનું ભૂમિપૂજન ગાંધીનગરમાં સંપન્ન

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 'વાયબ્રન્ટ ડિજિટલ ગુજરાત'ને વધુ બળ આપવાના લક્ષ્ય સાથે એશિયાની પ્રતિષ્ઠિત કંપની CtrlS ગ્રુપના ગાંધીનગર-૧ 'ડેટા સેન્ટર'નું આજે ગિફ્ટ સિટી- ગાંધીનગર ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સ્થપાયેલ ગિફ્ટ સિટીમાં અત્યારે અનેક ફાઇનાન્સ-ટેક કંપનીઓ કાર્યરત છે ત્યારે આગામી સમયમાં તૈયાર થનાર આ ડેટા સેન્ટર ખૂબ જ મહત્વનું પુરવાર થશે. ગિફ્ટ સિટીને આગામી સમયમાં મેટ્રો ટ્રેન સહિતની ટ્રાન્સપોર્ટ સુવિધાઓથી જોડવામાં આવશે તેમ,જણાવી મુખ્યમંત્રીએ નવીન ડેટા સેન્ટરને ગુજરાતમાં આવકારીને રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી.

    એશિયાની સૌથી મોટી કંપની Ctrlsનું નવીન 'ડેટા સેન્ટર' ગુજરાતની ડિજિટલ ઈકોનોમીને વધુ પ્રોત્સાહિત કરી અન્ય કંપનીઓને આ ક્ષેત્રે રોકાણ માટે પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યું છે ત્યારે તેમના પ્રધાનમંત્રી તરીકે આગામી વર્ષ ૨૦૨૪થી ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વને ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના લક્ષ્યાંકને સાકાર કરવામાં ગુજરાત મહત્તમ પ્રદાન આપશે તેમ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. CtrlS ગ્રુપ ભારતના 7 શહેરોમાં 12 ડેટા સેન્ટર ધરાવે છે. આગામી છ વર્ષમાં કંપની AI અને ડેટા ક્ષેત્રે અંદાજે બે મિલિયન ડોલરનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા કંપની પોતાનું મહત્તમ પ્રદાન આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply