સાબરકાંઠાના ઈડરના હિંગળાજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી
Live TV
-
સાબરકાંઠાના ઈડરના હિંગળાજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. આ યાત્રા દરમિયાન ગ્રામજનોએ સરકારી યોજનાઓના લાભો અંગેની માહિતી મેળવી અને પોતાને મળેલા લાભો વિશે અનુભવો જણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, સાબરકાંઠા જિલ્લાના 300 ગામો સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી ચૂકી છે અને હજુ 224 ગામો સુધી પહોંચશે. જ્યારે સાબરકાંઠામાં 90 ટકાથી વધુ લોકો આયુષ્યમાન ભારત કાર્ડ મેળવી ચૂક્યા છે. જે આરોગ્યની દ્રષ્ટિએ જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે.
